ટીચર અને ચીટર વચ્ચેની પાતળી ભેદરેખા આજે સમાજમાં ખુબજ સન્માનનીય વ્યવસાય હોય તો તે ત્રણ વ્યવસાયને ગણી શકાય.. 1.દાક્તર 2 સૈનિક અને 3. શિક્ષક આ ત્રણ પર જ હવે સમાજમાં ભરોસો રહ્યો છે. એક તો આ ત્રણેય વ્યવસાયમાં પવિત્રતા પ્રથમ આવે અને દરેક રાષ્ટ્રનાં આ ત્રણ મહત્વનાં આધારસ્તંભો છે.. આજે મારે જે વાત કરવાની છે તે શિક્ષક વિષે કહેવાની છે.. છેલ્લાં 20 વરસથી આ પવિત્ર અને પુણ્યશાલી વ્યવસાય સાથે સંક્ળાયેલો હોવાથી આજનાં શિક્ષકોનાં ઘણાં સારાં અને ઘણાં વિચારતાં કરી મુકે એવાં અનુભવો થયેલાં છે. TEACHER અને CHEATAR માં લગભગ સરખાં મૂળાક્ષરો જો શિક્ષક પોતાની ફરજ જરા પણ ચુકે તો એ સમાજ સાથે બાળકો સાથે છેતરપિંડી કરી ગણાય. જુના સમયમાં અને હજી પણ ઘણાં ઉંડાણનાં ગામડાંમાં શિક્ષકને માસ્તર થી નવાજવામાં આવે છે. માસ્તર એટલે મા જેટલું સ્તર શિક્ષકને આપવામાં આવે છે.નાનાં નાનાં બાળકોને તેમનાં ગુરૂજી પર ભગવાન કરતાં પણ ભરોસો અને શ્રદ્ધા હોય છે. પણ ફક્ત નોકરી કરવાં ખાતર કેટલાંક એવાં શિક્ષકો પણ છે કે જેઓ આ કૂમળા બાળકોનું ભાવી બગાડી નાંખે છે. કોઇ પણ રાષ્ટ્ર્ની પ્રજાનું સરાસરી જ્ઞાન તે રાષ્ટ્રનાં શિક્ષકોનાં સરાસરી જ્ઞાન કરતાં ક્યારેય વધારે ના હોઇ શકે. હવે તમે તમારી આજુબાજુમાં નજર કરો તો તમને આવા કેટલાં શિક્ષકો નજરે પડે કે જેઓ પોતાનાં ધોરણનું સારું એવું જ્ઞાન ધરાવતાં હોય તેઓ સતત બાળકોની વયકક્ષાને અનુરૂપ તાજુ અને વૈવિધ્યસભર શિક્ષણ આપતાં હોય.મારાં અનુભવે જોયું છે કે આવાં શિક્ષકોની સંખ્યા હમેશાં ઓછી જ રહી છે. સમયપાલનમાં પણ ઘણાંખરાં શિક્ષકો બેદરકારી દાખવે છે.મે એવાં મહાન ધાર્મિક શિક્ષકોને જોયા છે કે જે શાળામાંથી ગુલ્લિ મારીને સંતોનાં પ્રવચનોમાં પહોંચી જાય છે. શું તેમને તેમનાં વર્ગખંડનાં બાળકોમાં ભગવાન નહિં દેખાતો હોય.એક જાણીતાં સાક્ષરે કહયુ છે કે શાળાનો વર્ગ એ સ્વર્ગ છે.પણ આવાં શિક્ષકો વર્ગમાં જ સ્વર્ગસ્થ થયેલાં હોય છે.મારાં મતે આવા ટીચર એ ટીચર નહિં પણ ચીટર ગણાય
Archives
Blog Stats
- 1,462 hits
મને ટ્વિટર પર મળો!!!!!
- @dunkdaft Why should u not give advice to pm for patrol price!!! Why blame on only modi!!!! 2 months ago
- @NewIndianXpress a limitless shameless remark!!! 3 months ago
- We have just reached at Veraval!!! A memorable expirience of train journey !!! Jay Somanath Mahadev !!!! 3 months ago
- Hopping that India will play "REAL" play in coming match against Australia !!! Jay Ho!!!! http://t.co/P555Zp6h 4 months ago
- @nationalizer Galaxy is right choice!! 5 months ago
- @nationalizer Galaxy note is the best !!! 5 months ago
- @amithpanchal Everything fare is love and war 5 months ago
- Lokpal bill being passed!! But government failed to creat strong lokpal!!! 5 months ago
- @narendramodi nice sir am salute u!! I know that Gunotsav is ur favorite programm 5 months ago
- Small things make perfection but perfection is not a small thing!!! 6 months ago
- The countdown of Gunotsav program is being started in Gujarat !!! 25% primary schools will be visited by govt. Officer for education purpose 6 months ago
- @SushmaSwarajBJP I salute the real virangana of the nation!!! 6 months ago
- @amithpanchal @hemangrami good morning brother have a nice day!!! 6 months ago
- @Against_Pseudos good morning brother hopping ur day will be fine!!!! 6 months ago
- @hindifakingnews nice thinking but ash ke mukabale me junior ash pe dabav to rahegana!!! 6 months ago
- @shareski agree Crome is failing now a days!!! 6 months ago
- The benefit of truth!!! We do not try to remember what we said!!!! Good evening!!! 6 months ago
- @centerofright it's u turn Didi 6 months ago
- @narendramodi sir I salute u!!! U r real hero of commen men !!!!! 6 months ago
- Good news!!! Junior Big B have junior Ash A!!!! Right na 6 months ago
Top Clicks
- None



શ્રી મુકેશભાઈ,
આપ શિક્ષક હોવા છતાં પણ પોતાના સમુદાયને પ્રેરક એવું નિવેદન
આપી સત્યતાને સાર્થક કરીછે તે માટે આપને ખુબ ખુબ ધન્યવાદ.
શિક્ષક એ માતુલ્ય હોય છે. આજે તેમનું જીવન અને વિચારો ઘણી
નીચી કક્ષાએ ઉતરી ગયા છે. પાટણ અને ગયા અઠવાડીએ આણંદ
જીલ્લાના ખંભાત તાલુકાના જલસણ ગામે જે ઘટનાઓ બની તે
શિક્ષક જગત માટે લંચન રૂપ છે. હું પણ શિક્ષક હતો. મેં બોનસ માટે
વિરોધ કરેલો તો મને શિક્ષક સંઘમાંથી બરતરફ કરેલો.
આપને લાખ ધન્યવાદ.
નમસ્કાર!!! તમારી મુલાકાત બદલ આભાર તમે જે ચિંતા વ્યક્ત કરીને તે સાથે હું સહમત છું શિક્ષણમાં ક્યારેક એવી ઘટનાઓ બને છે કે એક શિક્ષક તરીકે આપણે શરમાવું પડે છે.. આપણે બ્લોગ દ્વારા આ બધું વ્યકત કરી શકીએ છીએ બાકી નરી વાસ્તવિકતા એ છે કે આવા વિચારો જ્યારે શિક્ષકોની મિટીંગમાં રજુ કરી છીએ ત્યારે આપણે બહુમતી શિક્ષક સમાજમાં લઘુમતી માં મુકાઇ જઇએ છીએ આવાં તો તમારી પાસે પણ કેટલા અનુભવો હશે. આપશ્રી તો શિક્ષક સંઘમાં પણ સેવાઓ આપેલ એટલે આપનો અનુભવ બહોળો હશે.. મળતાં રહેજો અને કાંઇ સુચન હોય તો જણાવજો ફરી વાર તમારો આભાર!!!!!
મુકેશભાઇ ખૂબ જ સરસ લેખ. ટીચર અને ચીટર વચ્ચે પાતળી ભેદરેખા છે સત્ય વાત કહી આપે.
નમસ્તે!!!! તમારો આભાર મિતાબેન મારાં બ્લોગની સમયાંતરે મુલકાત લેતા રહેજો… મળતાં રહિશું.. આવજો!!!!!!!