મુકેશનું મનોમંથન

બસ વિચારોને વિસ્તારવાનો એક શુભ પ્રયત્ન.. આશા છે કે આપ સહુને ગમશે જ….

ટીચર અને ચીટર વચ્ચેની પાતળી ભેદરેખા ઓગસ્ટ 22, 2010

Filed under: શિક્ષણ — simplyyyystupid @ 6:00 પી એમ(pm)

ટીચર અને ચીટર વચ્ચેની પાતળી ભેદરેખા આજે સમાજમાં ખુબજ સન્માનનીય વ્યવસાય હોય તો તે ત્રણ વ્યવસાયને ગણી શકાય.. 1.દાક્તર 2 સૈનિક અને 3. શિક્ષક આ ત્રણ પર જ હવે સમાજમાં ભરોસો રહ્યો છે. એક તો આ ત્રણેય વ્યવસાયમાં પવિત્રતા પ્રથમ આવે અને દરેક રાષ્ટ્રનાં આ ત્રણ મહત્વનાં આધારસ્તંભો છે.. આજે મારે જે વાત કરવાની છે તે શિક્ષક વિષે કહેવાની છે.. છેલ્લાં 20 વરસથી આ પવિત્ર અને પુણ્યશાલી વ્યવસાય સાથે સંક્ળાયેલો હોવાથી આજનાં શિક્ષકોનાં ઘણાં સારાં અને ઘણાં વિચારતાં કરી મુકે એવાં અનુભવો થયેલાં છે. TEACHER અને CHEATAR માં લગભગ સરખાં મૂળાક્ષરો જો શિક્ષક પોતાની ફરજ જરા પણ ચુકે તો એ સમાજ સાથે બાળકો સાથે છેતરપિંડી કરી ગણાય. જુના સમયમાં અને હજી પણ ઘણાં ઉંડાણનાં ગામડાંમાં શિક્ષકને માસ્તર થી નવાજવામાં આવે છે. માસ્તર એટલે મા જેટલું સ્તર શિક્ષકને આપવામાં આવે છે.નાનાં નાનાં બાળકોને તેમનાં ગુરૂજી પર ભગવાન કરતાં પણ ભરોસો અને શ્રદ્ધા હોય છે. પણ ફક્ત નોકરી કરવાં ખાતર કેટલાંક એવાં શિક્ષકો પણ છે કે જેઓ આ કૂમળા બાળકોનું ભાવી બગાડી નાંખે છે. કોઇ પણ રાષ્ટ્ર્ની પ્રજાનું સરાસરી જ્ઞાન તે રાષ્ટ્રનાં શિક્ષકોનાં સરાસરી જ્ઞાન કરતાં ક્યારેય વધારે ના હોઇ શકે. હવે તમે તમારી આજુબાજુમાં નજર કરો તો તમને આવા કેટલાં શિક્ષકો નજરે પડે કે જેઓ પોતાનાં ધોરણનું સારું એવું જ્ઞાન ધરાવતાં હોય તેઓ સતત બાળકોની વયકક્ષાને અનુરૂપ તાજુ અને વૈવિધ્યસભર શિક્ષણ આપતાં હોય.મારાં અનુભવે જોયું છે કે આવાં શિક્ષકોની સંખ્યા હમેશાં ઓછી જ રહી છે. સમયપાલનમાં પણ ઘણાંખરાં શિક્ષકો બેદરકારી દાખવે છે.મે એવાં મહાન ધાર્મિક શિક્ષકોને જોયા છે કે જે શાળામાંથી ગુલ્લિ મારીને સંતોનાં પ્રવચનોમાં પહોંચી જાય છે. શું તેમને તેમનાં વર્ગખંડનાં બાળકોમાં ભગવાન નહિં દેખાતો હોય.એક જાણીતાં સાક્ષરે કહયુ છે કે શાળાનો વર્ગ એ સ્વર્ગ છે.પણ આવાં શિક્ષકો વર્ગમાં જ સ્વર્ગસ્થ થયેલાં હોય છે.મારાં મતે આવા ટીચર એ ટીચર નહિં પણ ચીટર ગણાય

Advertisements
 

4 Responses to “ટીચર અને ચીટર વચ્ચેની પાતળી ભેદરેખા”

 1. શ્રી મુકેશભાઈ,
  આપ શિક્ષક હોવા છતાં પણ પોતાના સમુદાયને પ્રેરક એવું નિવેદન
  આપી સત્યતાને સાર્થક કરીછે તે માટે આપને ખુબ ખુબ ધન્યવાદ.
  શિક્ષક એ માતુલ્ય હોય છે. આજે તેમનું જીવન અને વિચારો ઘણી
  નીચી કક્ષાએ ઉતરી ગયા છે. પાટણ અને ગયા અઠવાડીએ આણંદ
  જીલ્લાના ખંભાત તાલુકાના જલસણ ગામે જે ઘટનાઓ બની તે
  શિક્ષક જગત માટે લંચન રૂપ છે. હું પણ શિક્ષક હતો. મેં બોનસ માટે
  વિરોધ કરેલો તો મને શિક્ષક સંઘમાંથી બરતરફ કરેલો.
  આપને લાખ ધન્યવાદ.

  • નમસ્કાર!!! તમારી મુલાકાત બદલ આભાર તમે જે ચિંતા વ્યક્ત કરીને તે સાથે હું સહમત છું શિક્ષણમાં ક્યારેક એવી ઘટનાઓ બને છે કે એક શિક્ષક તરીકે આપણે શરમાવું પડે છે.. આપણે બ્લોગ દ્વારા આ બધું વ્યકત કરી શકીએ છીએ બાકી નરી વાસ્તવિકતા એ છે કે આવા વિચારો જ્યારે શિક્ષકોની મિટીંગમાં રજુ કરી છીએ ત્યારે આપણે બહુમતી શિક્ષક સમાજમાં લઘુમતી માં મુકાઇ જઇએ છીએ આવાં તો તમારી પાસે પણ કેટલા અનુભવો હશે. આપશ્રી તો શિક્ષક સંઘમાં પણ સેવાઓ આપેલ એટલે આપનો અનુભવ બહોળો હશે.. મળતાં રહેજો અને કાંઇ સુચન હોય તો જણાવજો ફરી વાર તમારો આભાર!!!!!

 2. Mita Bhojak Says:

  મુકેશભાઇ ખૂબ જ સરસ લેખ. ટીચર અને ચીટર વચ્ચે પાતળી ભેદરેખા છે સત્ય વાત કહી આપે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s