મુકેશનું મનોમંથન

બસ વિચારોને વિસ્તારવાનો એક શુભ પ્રયત્ન.. આશા છે કે આપ સહુને ગમશે જ….

શિક્ષક હોવું એટલે……..(2) સપ્ટેમ્બર 3, 2010

Filed under: શિક્ષણ — simplyyyystupid @ 8:06 એ એમ (am)

શિક્ષક હોવું એટલે……..(2)
ગુજરાત રાજ્યનાં તમામ શિક્ષક ભાઇઓ અને બહેનોને અથવા તો જેઓને શિક્ષણમાં રસ હોય તેઓને હું આ પુસ્તકો વાંચવાની ભલામણ કરું છું. (1)દિવાસ્વપ્ન (2)શિક્ષણનાં સિતારા(3)શિક્ષકનો કર્મ અને ધર્મ અને (4) ડો. આઇ કે વિજળીવાળાનાં તમામ પુસ્તકો. જો શિક્ષક આટલું વાંચે તો પણ એને ઉદવભવતાં તમામ પ્રશ્નોનું નિરાકરણ તેમને મળી જશે એની મને ચોક્કસ ખાતરી છે.”દિવાસ્વપ્ન” એ ગિજુભાઇનું એક સર્વોતમ પુસ્તક છે. એમાં ગિજુભાઇએ શિક્ષણની તમામ પ્રયુક્તિઓ અને પ્રવિધીઓ ને સરળતાથી વણી લીધી છે.ખાસ કરીને આપણો દેશ અંદાજે 6 લાખ જેટલાં ગામડાંનો બનેલો છે.અને આથી જ અંતરિયાળ અને સુવિધાથી વંચિત ગામડામાં એક પ્રયોગશીલ અને નિષ્ઠાવાન શિક્ષક પોતાની આંતરઃસુઝથી કેવાં ચમત્કારિક અને અપેક્ષિત પરિણામો લાવી શકે તેની સરસ વાત વણી લીધી છે. “શિક્ષણ નાં સિતારા” એ એક વાસ્તવિકતાનાં પાયા પર રચાયેલું પુસ્તક છે. આમાં ગુજરાતનાં સારાં અને સંનિષ્ઠ,કર્મઠ,અને આજીવન ભેખધારી શિક્ષકોનું ટુંકમાં અતિશ્યોકિતરહિત અને સચોટ વર્ણન છે. તેઓએ જિવનમાં ઘણાં પડકારોનો સામનો કરીને શિક્ષણક્ષેત્રમાં પોતાનું ધાર્યું કરીને જ રહ્યા. તેઓની ટેક અને નેમને કોઇ ડગાવી ના શક્યાં.આપણને કલ્પના પણ ના આવે એવાં પડકારોનો સામનો કરીને આ લોકોએ શિક્ષણને ગુણવતા પુરી પાડી છે. “શિક્ષકનો કર્મ અને ધર્મ “એ પુસ્તક પણ ખુબજ સરસ આમાં એક શિક્ષકમાં કેવા સદગુણો હોવાં જોઇએ તે વિશે કહેવામાં આવ્યું છે.અને છેલ્લે ડો. આઇ કે વિજળીવાળાનાં તમામ પુસ્તકો પણ ખુબજ મનનિય અને સ્મરણિય કરી શકાય તેવા ખરાં આ બધાં જ પુસ્તકોનો જો ટુંક સાર કાઢવો હોય તો એ કાઢી શકાય કે દરેક શિક્ષકમાં આટલાં ગુણો તો હોવા જોઇએ.દરેક શિક્ષક પોતાનાં બાળકોની માનસિક સામાજીક અને આર્થિક પરિસ્થિત પુરી રીતે જાણતો હોવો જોઇએ. કોઇ પણ બાળક ક્યારેય ઠોઠ નથી હોતો પરંતુ તેની ગ્રહણશકિત નબળી હોય છે,તે સ્લો લર્નર હોય છે. આ માટે શિક્ષક ધીરજવાન હોવો જોઇએ. ઘણી વખત શિક્ષક પરિણામ ના મળે તો નાસીપાસ થાય છે. આ બરાબર નથી આ ઉપરાંત શિક્ષક નુતન પ્રવાહથી વાકેફ હોવો જોઇએ. શિક્ષણનો કોઇપણ નવો વિચાર તે અમલમાં મુકવા તે તરત તૈયાર હોવો જોઇએ. જો કે શિક્ષક પણ એક મનુષ્ય હોવાથી માનવ સહજ નબળાઇ પણ હોવાની જ પણ પોતાની નબળાઇ પ્રત્યે તે સતત વિચારશીલ હોય તો તે પોતાની નબળાઇ દુર કરી શકે છે. મને એક નિવૃત શિક્ષકે એક વખત વાત કરી હતી કે મુકેશભાઇ હું તમને કહું કે ધારો કે એક નાનકડા ગામની બહાર એક અપૂજ એવં કોઇ મંદિર હોય, ગામથી દૂર હોઇ ત્યાં કોઇ રહેતું ના હોય માણસો ત્યાં જતાં પણ ના હોય, પછી ત્યાં એક સાધુ આવે મંદિરની પૂજા શરૂ કરે ગામમાંથી ભિક્ષા માંગી લાવે,ધીમે ધીમે માણસો ત્યાં આવવા લાગે અને ત્રણ કે ચાર વરસમાં ત્યાં સરસ મજાનો આશ્રમ થઇ જાય પાકા મકાન થઇ જાય અને આશ્થાનું એક સરસ મજાનું કેન્દ્ર બની જાય સરકારી મદદ વગર ફક્ત ગામલોકોનાં સહયોગથી આ થઇ શકે. અને પછી મને કહે કે ધારો કે એ જ ગામમાં એક શાળા હોય, મકાન હોય ગામની વચ્ચે, હોય સરકાર પગારથી માંડીને બધીજ સહાય કરતી હોય ,પેલાં મંદિર માં તો કદાચ પથ્થરનાં દેવ હોય અને તે પણ એક જ ભગવાન હોય, અને આ શાળામાં તો કેટ્લાં બધાં નાના ભુલકારૂપી દેવ આવતા હોય તેમ છતાં પણ ઘણાં શિક્ષકો આવાં ગામમાં 20 કે 30 વરસ નોકરી કરી હોવા છતાં ગામનો સહયોગ નાં મેળવી શકે,ગામમાંથી એક કમ્પ્યુટર કે ટેબલ કે ખુરશીઓ પણ ના મેળવી શકે? આ મને સમજાતું નથી. આવું કેમ બનતુ હશે? જોકે બધી જગ્યાએ આવું બનતું નથી લોક ભાગીદારીથી અને ગામનાં સહયોગથી લાખો નાં ખર્ચે શાળાઓ પણ બને છે. પણ જ્યાં ગામલોકો તરફથી શાળાને કશું જ મળતું નથી તેવાં શિક્ષકોએ આ દિશામાં વિચારવું જોઇએ એવું મને તો લાગે છે. શું તમને નથી લાગતું?

Advertisements
 

2 Responses to “શિક્ષક હોવું એટલે……..(2)”

  1. સુંદર અને વિશાળ વિચાર આપતો વિચાર!

    • આભાર !!! ભરતભાઇ તમે મારા બ્લોગની મુલાકાત લીધી એ બદલ જો કોઇ સુચન હોય તો બેશક કહેતાં રહેજો બસ આ તો મનનાં આનંદ ખાતર વિચારો વ્યકત કરૂં છું બાકી એક સાવ સાચી વાત કહું તમને કે બ્લોગ વિશે મને કોઇ લાંબી ગતાગમ છે નહિં તમારૂં માર્ગદર્શન અને સુચનો મળતાં રહે તેવી અપેક્ષા મળતાં રહેજો ફરી એક વાર આભાર


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s