મુકેશનું મનોમંથન

બસ વિચારોને વિસ્તારવાનો એક શુભ પ્રયત્ન.. આશા છે કે આપ સહુને ગમશે જ….

નેટ નવનીત (1) ઓક્ટોબર 25, 2010

Filed under: Uncategorized — simplyyyystupid @ 1:10 પી એમ(pm)

નેટ નવનીત (1)

આ એક મારો અલગ જ પ્રયાસ છે. અત્યાર સુધીમાં મને ઇન્ટરનેટ પર ઘણી બધી સુંદર વાતો અને વિચારો જાણવા મળ્યા છે. જે તે સમયે કઇ સાઇટ પર વાંચ્યા છે તે ચોક્કસ યાદ નથી પણ આ બધાં પ્રસંગો મને તો મમળાવવા જેવાં લાગ્યાં છે. જેણે આ પ્રસંગો નેટ પર લખ્યા છે તેને અભિનંદન અને જો કોઇ પણ વ્યક્તિ આ લખાણ નાં રચયિતાને જાણતો હોઇ અને મને માહિતી આપશે તો ચોક્કસ તેનો આભાર પણ માનવામાં આવશે અને અને જે તે પ્રસંગ કથાઓમાં જે તે રચયિતાનું નામ પણ લખવામાં આવશે ફરી એક વાર હું સ્પષ્ટતા કરી લઉ કે હું આ પ્રસંગોને લોકો સમક્ષ મુકી રહ્યો છું ગુજરાતી ભાષામાં કારણ કે આમાંથી મોટા ભાગનાં લખાણો મે અંગ્રેજી ભાષામાં વાંચેલા છે એટલે આ પ્રસંગો દ્વારા મારે પ્રસિધ્ધી મેળવવાનો મોહ આજે પણ નથી અને ક્યારેય પણ નહી હોય…..
નવનીત (1) અંતર નો અવાજ……………………….
એક વખત એક ઉનાળાનાં બળબળતાં બપોરનાં સમયે એક અત્યંત સ્વરૂપવાન યુવતી રસ્તા પર કોઇ વાહનની રાહ જોઇને ઉભી હતી. એને ખુબજ ઉતાવળ હોવાથી રસ્તા પર જે વાહન નિકળે તેને હાથ ઉંચો કરીને રોકવાની વિનંતિ કરતી પણ લાંબા સમય સુધી કોઇ પણ વાહન તે યુવતી પાસે રોકાયું નહીં અંતે એક બાઇકસવાર યુવાન ત્યાંથી પસાર થાય છે. યુવતી હાથનાં ઇશારાથી તેને રોકવાનો પ્રયાસ કરે છે. યુવાન રોકાઇ છે. યુવતી તેને જણાવે છે દુર શહેરમાં તેની એક નાનકડી દિકરી ભણે છે તે કાલથી માંદી છે મારે તેની પાસે જવું છે પણ કોઇ વાહન અહિં ઉભુ નથી રહેતું તમે મને આગળ લઇ જશો યુવાને ના પાડી અને કહ્યુ કે મારે પણ ઉતાવળ છે અને શહેર સુધી તો હું જતો પણ નથી મારે એક બાજુનાં ગામડાંમાં જ જવાનુ છે એમ કહીને તેણે તો બાઇક જવા દીધું આગળ એકાદ કિલોમિટર ગયા પછી એને એક અવળચંડો વિચાર આવ્યો કે યુવતી છે તો રૂપાળી એને મદદ કરવામાં જરાય વાંધો નહી ચાલ ને પ્રયત્ન કરૂ તે બાઇક પર તે યુવતી પાસે આવી ને કહ્યુ ચાલો બેસી જાવ મને આગળ જતાં થયું કે તમે એકલાં અને વાહન ક્યારે મળે? તો મારે ભલેને મોડું થાય તમને હું તમારા શહેરમાં પહોંચાડી દઉ. યુવતીએ તરત જ ના પાડીકે હવે તમારી પાછળ હું ના બેસુ. યુવાન કહે કેમ તમારે તો ઉતાવળ છે ને અને હવે હું એક કિલોમિટરથી પાછો ફકત તમારી સેવા કરવાં આવ્યો અને હવે તમે ના પાડો છો!! યુવતી એ જે જવાબ આપ્યો એ અદ્ભૂત હતો તેણએ કિધું કે ભાઇ જે ઇશ્વરે તને મને પાછળ બેસાડવાની પ્રેરણા આપી એજ ઇશ્વરે મને પણ પ્રેરણા આપી કે હવે આની પાછળ ના બેસાય તમે ગયા ત્યારે તમારી નજર પવિત્ર હતી અને અત્યારે તમારી નજરમાં ગંદવાડ નાં સાપોલિયાં રમે છે. યુવાન યુવતી સામે પછી નજર પણ ના મીલાવી શક્યો પોતાની બાઇક લઇને ચુપચાપ ચાલતી પકડી…….

Advertisements
 

શિક્ષક હોવું એટલે (3) ઓક્ટોબર 18, 2010

Filed under: Uncategorized — simplyyyystupid @ 5:35 પી એમ(pm)
Tags: , ,

શિક્ષક હોવું એટલે…(3)
શિક્ષક હોવું એ બહુજ મોટી જવાબદારીવાળું કામ છે.સતત હકારાત્મક વિચારસરણી આ માટે ખુબજ જરૂરી છે.ખાસ કરીને ધોરણ 1થી4માં સારામાં સારા શિક્ષકો જરૂરી છે. જો કોઈ બાળકને 1 થી 4 માં આળસુ શિક્ષક મળી ગયાં તો એવાં બાળકને મા સરસ્વતિ પણ ના બચાવી શકે આપણે ત્યાં એક રૂઢિગત પરંપરા ચાલી આવે છે કે જે ક્યાંય ના ચાલે એ પહેલાં ધોરણમાં ચાલે. ઘણાં શિક્ષક મિત્રો એવાં છે કે કામનાં બોજથી બચવા માટે ધોરણ 1થી4 પસંદ કરે છે.આવી વિચારસરણી વિઘાતક પરિણામો લાવી શકે છે. બાળમનોવિજ્ઞાન સમજવું એ શિક્ષક માટે ખુબજ મહત્વનું છે. અત્યારે ધોરણ 1થી4 માં 20% જેટલાં બાળકો સામાન્ય બાળકો જે ઝડપથી શીખે એ ઝડપથી નથી શીખી શકતા આવાં બાળકોને મોટાભાગનાં શિક્ષકો મંદબુધ્ધી નું લેબલ લગાડી દે છે.હકિકતમાં તો આમાંથી મોટાભાગનાં બાળકો સ્લો લર્નર હોય છે, તેની ગ્રહણ શક્તિ ધીમી હોય છે. આવાં બાળકોને જો શિક્ષક સમયસર ઓળખી લે તો મને લાગે છે કે શિક્ષણનાં હિતમાં એક સારૂ કામ થયેલું ગણાશે. આવાં બાળકોને શિખવવું એજ શિક્ષકનો ખરો ધર્મ છે. બાકી જેની ગ્રહણ શક્તિ સારી છે એને તો બધા જ શિખવી શકે. એવાં બાળકો તો આગળ જતાં જાતે વાંચીને પણ તૈયાર થઇ શકે છે. જો હેલન કેલર ને શ્રેષ્ઠ શિક્ષિકા એનિ સલીવાન ના મળ્યા હોત તો ? આજે એનિ સલીવાન ની ગણતરી જગતનાં ઉત્તમ શિક્ષકોમાં થાય છે. બીજો ભ્રમ શિક્ષકોમાં એ પ્રવર્તે છે કે આપણે શિખવી એટલે જ આવડે છે. અમુક અંશે આ બાબત સાચી પણ શિક્ષકે બાળકને એક માર્ગદર્શક તરીકે કામ કરવાનું છે. પોતાનાં તમામ વિચારો કડકાઇ થી લાદવા ના જોઇએ જે તે બાળક ની એક મુળભૂત ઓળખ છે આ ઓળખ જાળવવી જરૂરી છે આ તબ્ક્કે મને માનનિય શ્રી એ.પી.જે અબ્દુલ કલામનાં પિતાજીનું એક વાક્ય યાદ આવે છે. છે. અબ્દુલ કલામ જ્યારે આગળ ભણવા માટે શહેરમાં જવાં નીકળે છે ત્યારે તેની માતાને થોડો ખચકાટ થાય છે આ ગામાડાંનાં છોકરો શહેરમાં રહી શકશે, ત્યારે કલામનાં પિતાજી કહે છે “ આપણાં સંતાનોએ ખરેખર આપણાં સંતાનો નથી એ આપણાં મારફતે જન્મ લે છે, આપણાંમાંથી જન્મતા નથી, એઓ પોતાનાં વિચારો લઇને જન્મેછે, દરેક બાળક વિચારોથી સ્વતંત્ર છે એક શિક્ષક તરીકે આપણે એવી પરિસ્થિતિ નિર્માણ કરીએ કે દરેક બાળકમાંથી શ્રેષ્ઠ વસ્તુ બહાર આવે…