મુકેશનું મનોમંથન

બસ વિચારોને વિસ્તારવાનો એક શુભ પ્રયત્ન.. આશા છે કે આપ સહુને ગમશે જ….

શિક્ષક હોવું એટલે (3) ઓક્ટોબર 18, 2010

Filed under: Uncategorized — simplyyyystupid @ 5:35 પી એમ(pm)
Tags: , ,

શિક્ષક હોવું એટલે…(3)
શિક્ષક હોવું એ બહુજ મોટી જવાબદારીવાળું કામ છે.સતત હકારાત્મક વિચારસરણી આ માટે ખુબજ જરૂરી છે.ખાસ કરીને ધોરણ 1થી4માં સારામાં સારા શિક્ષકો જરૂરી છે. જો કોઈ બાળકને 1 થી 4 માં આળસુ શિક્ષક મળી ગયાં તો એવાં બાળકને મા સરસ્વતિ પણ ના બચાવી શકે આપણે ત્યાં એક રૂઢિગત પરંપરા ચાલી આવે છે કે જે ક્યાંય ના ચાલે એ પહેલાં ધોરણમાં ચાલે. ઘણાં શિક્ષક મિત્રો એવાં છે કે કામનાં બોજથી બચવા માટે ધોરણ 1થી4 પસંદ કરે છે.આવી વિચારસરણી વિઘાતક પરિણામો લાવી શકે છે. બાળમનોવિજ્ઞાન સમજવું એ શિક્ષક માટે ખુબજ મહત્વનું છે. અત્યારે ધોરણ 1થી4 માં 20% જેટલાં બાળકો સામાન્ય બાળકો જે ઝડપથી શીખે એ ઝડપથી નથી શીખી શકતા આવાં બાળકોને મોટાભાગનાં શિક્ષકો મંદબુધ્ધી નું લેબલ લગાડી દે છે.હકિકતમાં તો આમાંથી મોટાભાગનાં બાળકો સ્લો લર્નર હોય છે, તેની ગ્રહણ શક્તિ ધીમી હોય છે. આવાં બાળકોને જો શિક્ષક સમયસર ઓળખી લે તો મને લાગે છે કે શિક્ષણનાં હિતમાં એક સારૂ કામ થયેલું ગણાશે. આવાં બાળકોને શિખવવું એજ શિક્ષકનો ખરો ધર્મ છે. બાકી જેની ગ્રહણ શક્તિ સારી છે એને તો બધા જ શિખવી શકે. એવાં બાળકો તો આગળ જતાં જાતે વાંચીને પણ તૈયાર થઇ શકે છે. જો હેલન કેલર ને શ્રેષ્ઠ શિક્ષિકા એનિ સલીવાન ના મળ્યા હોત તો ? આજે એનિ સલીવાન ની ગણતરી જગતનાં ઉત્તમ શિક્ષકોમાં થાય છે. બીજો ભ્રમ શિક્ષકોમાં એ પ્રવર્તે છે કે આપણે શિખવી એટલે જ આવડે છે. અમુક અંશે આ બાબત સાચી પણ શિક્ષકે બાળકને એક માર્ગદર્શક તરીકે કામ કરવાનું છે. પોતાનાં તમામ વિચારો કડકાઇ થી લાદવા ના જોઇએ જે તે બાળક ની એક મુળભૂત ઓળખ છે આ ઓળખ જાળવવી જરૂરી છે આ તબ્ક્કે મને માનનિય શ્રી એ.પી.જે અબ્દુલ કલામનાં પિતાજીનું એક વાક્ય યાદ આવે છે. છે. અબ્દુલ કલામ જ્યારે આગળ ભણવા માટે શહેરમાં જવાં નીકળે છે ત્યારે તેની માતાને થોડો ખચકાટ થાય છે આ ગામાડાંનાં છોકરો શહેરમાં રહી શકશે, ત્યારે કલામનાં પિતાજી કહે છે “ આપણાં સંતાનોએ ખરેખર આપણાં સંતાનો નથી એ આપણાં મારફતે જન્મ લે છે, આપણાંમાંથી જન્મતા નથી, એઓ પોતાનાં વિચારો લઇને જન્મેછે, દરેક બાળક વિચારોથી સ્વતંત્ર છે એક શિક્ષક તરીકે આપણે એવી પરિસ્થિતિ નિર્માણ કરીએ કે દરેક બાળકમાંથી શ્રેષ્ઠ વસ્તુ બહાર આવે…

Advertisements
 

3 Responses to “શિક્ષક હોવું એટલે (3)”

 1. શ્રી મુકેશભાઈ,
  આપનો શિક્ષણ પ્રત્યેનો અનોખો અભિગમ જાણ્યો અને આનંદ થયો.
  આપ જે વિચાર ધરાવો છો તે એકદમ સાચો છે. શિક્ષણ માટે ધોરણ
  ૧ થી ૪ મહત્વના છે. આ ધોરણમાં સાંબેલા વગાડવાના હોય છે. જયારે
  ધોરણ ૫ પછી ભૂંગળો વગાડવાની હોય છે. જે સહેલાઈથી વાગી શકે.
  પણ સાંબેલું ના વાગી શકે. આપ સોજીત્રાના વાતની છો કે અટક છે.
  આપને આવા સુંદર વિચાર રજુ કરવા બદલ અભિનંદન.
  સ્વપ્ન

 2. GUJARATPLUS Says:

  શિક્ષક હોવું એ બહુજ મોટી જવાબદારીવાળું કામ છે………..well said.

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  All Gujarati teachers should focus on this above question.
  Please spread this message to all Hindi teachers.
  If we can write Sanskrit in Gujarati why not Hindi??


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s