મુકેશનું મનોમંથન

બસ વિચારોને વિસ્તારવાનો એક શુભ પ્રયત્ન.. આશા છે કે આપ સહુને ગમશે જ….

નેટ નવનીત (1) ઓક્ટોબર 25, 2010

Filed under: Uncategorized — simplyyyystupid @ 1:10 પી એમ(pm)

નેટ નવનીત (1)

આ એક મારો અલગ જ પ્રયાસ છે. અત્યાર સુધીમાં મને ઇન્ટરનેટ પર ઘણી બધી સુંદર વાતો અને વિચારો જાણવા મળ્યા છે. જે તે સમયે કઇ સાઇટ પર વાંચ્યા છે તે ચોક્કસ યાદ નથી પણ આ બધાં પ્રસંગો મને તો મમળાવવા જેવાં લાગ્યાં છે. જેણે આ પ્રસંગો નેટ પર લખ્યા છે તેને અભિનંદન અને જો કોઇ પણ વ્યક્તિ આ લખાણ નાં રચયિતાને જાણતો હોઇ અને મને માહિતી આપશે તો ચોક્કસ તેનો આભાર પણ માનવામાં આવશે અને અને જે તે પ્રસંગ કથાઓમાં જે તે રચયિતાનું નામ પણ લખવામાં આવશે ફરી એક વાર હું સ્પષ્ટતા કરી લઉ કે હું આ પ્રસંગોને લોકો સમક્ષ મુકી રહ્યો છું ગુજરાતી ભાષામાં કારણ કે આમાંથી મોટા ભાગનાં લખાણો મે અંગ્રેજી ભાષામાં વાંચેલા છે એટલે આ પ્રસંગો દ્વારા મારે પ્રસિધ્ધી મેળવવાનો મોહ આજે પણ નથી અને ક્યારેય પણ નહી હોય…..
નવનીત (1) અંતર નો અવાજ……………………….
એક વખત એક ઉનાળાનાં બળબળતાં બપોરનાં સમયે એક અત્યંત સ્વરૂપવાન યુવતી રસ્તા પર કોઇ વાહનની રાહ જોઇને ઉભી હતી. એને ખુબજ ઉતાવળ હોવાથી રસ્તા પર જે વાહન નિકળે તેને હાથ ઉંચો કરીને રોકવાની વિનંતિ કરતી પણ લાંબા સમય સુધી કોઇ પણ વાહન તે યુવતી પાસે રોકાયું નહીં અંતે એક બાઇકસવાર યુવાન ત્યાંથી પસાર થાય છે. યુવતી હાથનાં ઇશારાથી તેને રોકવાનો પ્રયાસ કરે છે. યુવાન રોકાઇ છે. યુવતી તેને જણાવે છે દુર શહેરમાં તેની એક નાનકડી દિકરી ભણે છે તે કાલથી માંદી છે મારે તેની પાસે જવું છે પણ કોઇ વાહન અહિં ઉભુ નથી રહેતું તમે મને આગળ લઇ જશો યુવાને ના પાડી અને કહ્યુ કે મારે પણ ઉતાવળ છે અને શહેર સુધી તો હું જતો પણ નથી મારે એક બાજુનાં ગામડાંમાં જ જવાનુ છે એમ કહીને તેણે તો બાઇક જવા દીધું આગળ એકાદ કિલોમિટર ગયા પછી એને એક અવળચંડો વિચાર આવ્યો કે યુવતી છે તો રૂપાળી એને મદદ કરવામાં જરાય વાંધો નહી ચાલ ને પ્રયત્ન કરૂ તે બાઇક પર તે યુવતી પાસે આવી ને કહ્યુ ચાલો બેસી જાવ મને આગળ જતાં થયું કે તમે એકલાં અને વાહન ક્યારે મળે? તો મારે ભલેને મોડું થાય તમને હું તમારા શહેરમાં પહોંચાડી દઉ. યુવતીએ તરત જ ના પાડીકે હવે તમારી પાછળ હું ના બેસુ. યુવાન કહે કેમ તમારે તો ઉતાવળ છે ને અને હવે હું એક કિલોમિટરથી પાછો ફકત તમારી સેવા કરવાં આવ્યો અને હવે તમે ના પાડો છો!! યુવતી એ જે જવાબ આપ્યો એ અદ્ભૂત હતો તેણએ કિધું કે ભાઇ જે ઇશ્વરે તને મને પાછળ બેસાડવાની પ્રેરણા આપી એજ ઇશ્વરે મને પણ પ્રેરણા આપી કે હવે આની પાછળ ના બેસાય તમે ગયા ત્યારે તમારી નજર પવિત્ર હતી અને અત્યારે તમારી નજરમાં ગંદવાડ નાં સાપોલિયાં રમે છે. યુવાન યુવતી સામે પછી નજર પણ ના મીલાવી શક્યો પોતાની બાઇક લઇને ચુપચાપ ચાલતી પકડી…….

Advertisements
 

શિક્ષક હોવું એટલે (3) ઓક્ટોબર 18, 2010

Filed under: Uncategorized — simplyyyystupid @ 5:35 પી એમ(pm)
Tags: , ,

શિક્ષક હોવું એટલે…(3)
શિક્ષક હોવું એ બહુજ મોટી જવાબદારીવાળું કામ છે.સતત હકારાત્મક વિચારસરણી આ માટે ખુબજ જરૂરી છે.ખાસ કરીને ધોરણ 1થી4માં સારામાં સારા શિક્ષકો જરૂરી છે. જો કોઈ બાળકને 1 થી 4 માં આળસુ શિક્ષક મળી ગયાં તો એવાં બાળકને મા સરસ્વતિ પણ ના બચાવી શકે આપણે ત્યાં એક રૂઢિગત પરંપરા ચાલી આવે છે કે જે ક્યાંય ના ચાલે એ પહેલાં ધોરણમાં ચાલે. ઘણાં શિક્ષક મિત્રો એવાં છે કે કામનાં બોજથી બચવા માટે ધોરણ 1થી4 પસંદ કરે છે.આવી વિચારસરણી વિઘાતક પરિણામો લાવી શકે છે. બાળમનોવિજ્ઞાન સમજવું એ શિક્ષક માટે ખુબજ મહત્વનું છે. અત્યારે ધોરણ 1થી4 માં 20% જેટલાં બાળકો સામાન્ય બાળકો જે ઝડપથી શીખે એ ઝડપથી નથી શીખી શકતા આવાં બાળકોને મોટાભાગનાં શિક્ષકો મંદબુધ્ધી નું લેબલ લગાડી દે છે.હકિકતમાં તો આમાંથી મોટાભાગનાં બાળકો સ્લો લર્નર હોય છે, તેની ગ્રહણ શક્તિ ધીમી હોય છે. આવાં બાળકોને જો શિક્ષક સમયસર ઓળખી લે તો મને લાગે છે કે શિક્ષણનાં હિતમાં એક સારૂ કામ થયેલું ગણાશે. આવાં બાળકોને શિખવવું એજ શિક્ષકનો ખરો ધર્મ છે. બાકી જેની ગ્રહણ શક્તિ સારી છે એને તો બધા જ શિખવી શકે. એવાં બાળકો તો આગળ જતાં જાતે વાંચીને પણ તૈયાર થઇ શકે છે. જો હેલન કેલર ને શ્રેષ્ઠ શિક્ષિકા એનિ સલીવાન ના મળ્યા હોત તો ? આજે એનિ સલીવાન ની ગણતરી જગતનાં ઉત્તમ શિક્ષકોમાં થાય છે. બીજો ભ્રમ શિક્ષકોમાં એ પ્રવર્તે છે કે આપણે શિખવી એટલે જ આવડે છે. અમુક અંશે આ બાબત સાચી પણ શિક્ષકે બાળકને એક માર્ગદર્શક તરીકે કામ કરવાનું છે. પોતાનાં તમામ વિચારો કડકાઇ થી લાદવા ના જોઇએ જે તે બાળક ની એક મુળભૂત ઓળખ છે આ ઓળખ જાળવવી જરૂરી છે આ તબ્ક્કે મને માનનિય શ્રી એ.પી.જે અબ્દુલ કલામનાં પિતાજીનું એક વાક્ય યાદ આવે છે. છે. અબ્દુલ કલામ જ્યારે આગળ ભણવા માટે શહેરમાં જવાં નીકળે છે ત્યારે તેની માતાને થોડો ખચકાટ થાય છે આ ગામાડાંનાં છોકરો શહેરમાં રહી શકશે, ત્યારે કલામનાં પિતાજી કહે છે “ આપણાં સંતાનોએ ખરેખર આપણાં સંતાનો નથી એ આપણાં મારફતે જન્મ લે છે, આપણાંમાંથી જન્મતા નથી, એઓ પોતાનાં વિચારો લઇને જન્મેછે, દરેક બાળક વિચારોથી સ્વતંત્ર છે એક શિક્ષક તરીકે આપણે એવી પરિસ્થિતિ નિર્માણ કરીએ કે દરેક બાળકમાંથી શ્રેષ્ઠ વસ્તુ બહાર આવે…

 

શિક્ષક હોવું એટલે……..(2) સપ્ટેમ્બર 3, 2010

Filed under: શિક્ષણ — simplyyyystupid @ 8:06 એ એમ (am)

શિક્ષક હોવું એટલે……..(2)
ગુજરાત રાજ્યનાં તમામ શિક્ષક ભાઇઓ અને બહેનોને અથવા તો જેઓને શિક્ષણમાં રસ હોય તેઓને હું આ પુસ્તકો વાંચવાની ભલામણ કરું છું. (1)દિવાસ્વપ્ન (2)શિક્ષણનાં સિતારા(3)શિક્ષકનો કર્મ અને ધર્મ અને (4) ડો. આઇ કે વિજળીવાળાનાં તમામ પુસ્તકો. જો શિક્ષક આટલું વાંચે તો પણ એને ઉદવભવતાં તમામ પ્રશ્નોનું નિરાકરણ તેમને મળી જશે એની મને ચોક્કસ ખાતરી છે.”દિવાસ્વપ્ન” એ ગિજુભાઇનું એક સર્વોતમ પુસ્તક છે. એમાં ગિજુભાઇએ શિક્ષણની તમામ પ્રયુક્તિઓ અને પ્રવિધીઓ ને સરળતાથી વણી લીધી છે.ખાસ કરીને આપણો દેશ અંદાજે 6 લાખ જેટલાં ગામડાંનો બનેલો છે.અને આથી જ અંતરિયાળ અને સુવિધાથી વંચિત ગામડામાં એક પ્રયોગશીલ અને નિષ્ઠાવાન શિક્ષક પોતાની આંતરઃસુઝથી કેવાં ચમત્કારિક અને અપેક્ષિત પરિણામો લાવી શકે તેની સરસ વાત વણી લીધી છે. “શિક્ષણ નાં સિતારા” એ એક વાસ્તવિકતાનાં પાયા પર રચાયેલું પુસ્તક છે. આમાં ગુજરાતનાં સારાં અને સંનિષ્ઠ,કર્મઠ,અને આજીવન ભેખધારી શિક્ષકોનું ટુંકમાં અતિશ્યોકિતરહિત અને સચોટ વર્ણન છે. તેઓએ જિવનમાં ઘણાં પડકારોનો સામનો કરીને શિક્ષણક્ષેત્રમાં પોતાનું ધાર્યું કરીને જ રહ્યા. તેઓની ટેક અને નેમને કોઇ ડગાવી ના શક્યાં.આપણને કલ્પના પણ ના આવે એવાં પડકારોનો સામનો કરીને આ લોકોએ શિક્ષણને ગુણવતા પુરી પાડી છે. “શિક્ષકનો કર્મ અને ધર્મ “એ પુસ્તક પણ ખુબજ સરસ આમાં એક શિક્ષકમાં કેવા સદગુણો હોવાં જોઇએ તે વિશે કહેવામાં આવ્યું છે.અને છેલ્લે ડો. આઇ કે વિજળીવાળાનાં તમામ પુસ્તકો પણ ખુબજ મનનિય અને સ્મરણિય કરી શકાય તેવા ખરાં આ બધાં જ પુસ્તકોનો જો ટુંક સાર કાઢવો હોય તો એ કાઢી શકાય કે દરેક શિક્ષકમાં આટલાં ગુણો તો હોવા જોઇએ.દરેક શિક્ષક પોતાનાં બાળકોની માનસિક સામાજીક અને આર્થિક પરિસ્થિત પુરી રીતે જાણતો હોવો જોઇએ. કોઇ પણ બાળક ક્યારેય ઠોઠ નથી હોતો પરંતુ તેની ગ્રહણશકિત નબળી હોય છે,તે સ્લો લર્નર હોય છે. આ માટે શિક્ષક ધીરજવાન હોવો જોઇએ. ઘણી વખત શિક્ષક પરિણામ ના મળે તો નાસીપાસ થાય છે. આ બરાબર નથી આ ઉપરાંત શિક્ષક નુતન પ્રવાહથી વાકેફ હોવો જોઇએ. શિક્ષણનો કોઇપણ નવો વિચાર તે અમલમાં મુકવા તે તરત તૈયાર હોવો જોઇએ. જો કે શિક્ષક પણ એક મનુષ્ય હોવાથી માનવ સહજ નબળાઇ પણ હોવાની જ પણ પોતાની નબળાઇ પ્રત્યે તે સતત વિચારશીલ હોય તો તે પોતાની નબળાઇ દુર કરી શકે છે. મને એક નિવૃત શિક્ષકે એક વખત વાત કરી હતી કે મુકેશભાઇ હું તમને કહું કે ધારો કે એક નાનકડા ગામની બહાર એક અપૂજ એવં કોઇ મંદિર હોય, ગામથી દૂર હોઇ ત્યાં કોઇ રહેતું ના હોય માણસો ત્યાં જતાં પણ ના હોય, પછી ત્યાં એક સાધુ આવે મંદિરની પૂજા શરૂ કરે ગામમાંથી ભિક્ષા માંગી લાવે,ધીમે ધીમે માણસો ત્યાં આવવા લાગે અને ત્રણ કે ચાર વરસમાં ત્યાં સરસ મજાનો આશ્રમ થઇ જાય પાકા મકાન થઇ જાય અને આશ્થાનું એક સરસ મજાનું કેન્દ્ર બની જાય સરકારી મદદ વગર ફક્ત ગામલોકોનાં સહયોગથી આ થઇ શકે. અને પછી મને કહે કે ધારો કે એ જ ગામમાં એક શાળા હોય, મકાન હોય ગામની વચ્ચે, હોય સરકાર પગારથી માંડીને બધીજ સહાય કરતી હોય ,પેલાં મંદિર માં તો કદાચ પથ્થરનાં દેવ હોય અને તે પણ એક જ ભગવાન હોય, અને આ શાળામાં તો કેટ્લાં બધાં નાના ભુલકારૂપી દેવ આવતા હોય તેમ છતાં પણ ઘણાં શિક્ષકો આવાં ગામમાં 20 કે 30 વરસ નોકરી કરી હોવા છતાં ગામનો સહયોગ નાં મેળવી શકે,ગામમાંથી એક કમ્પ્યુટર કે ટેબલ કે ખુરશીઓ પણ ના મેળવી શકે? આ મને સમજાતું નથી. આવું કેમ બનતુ હશે? જોકે બધી જગ્યાએ આવું બનતું નથી લોક ભાગીદારીથી અને ગામનાં સહયોગથી લાખો નાં ખર્ચે શાળાઓ પણ બને છે. પણ જ્યાં ગામલોકો તરફથી શાળાને કશું જ મળતું નથી તેવાં શિક્ષકોએ આ દિશામાં વિચારવું જોઇએ એવું મને તો લાગે છે. શું તમને નથી લાગતું?

 

શિક્ષક હોવું એટલે……….(1) સપ્ટેમ્બર 1, 2010

Filed under: Uncategorized — simplyyyystupid @ 5:50 એ એમ (am)

શિક્ષક હોવું એટલે……….(1)

5 સપ્ટેમ્બર એ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. વરસો પહેલાં રજનિશનું એક વાક્ય યાદ આવે છે કે શ્રી સર્વપલ્લિ રાધાકરુષ્ણ કે જેઓ એક શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બન્યાં હતાં તેમની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.. રજનિશનાં મત પ્રમાણે આતો રાષ્ટ્રપતિનું ગૌરવ કહેવાય. એક રાષ્ટ્રપતિ જો શિક્ષક બને તો જ શિક્ષકનું ગૌરવ ગણાય.ખેર જે હોય તે પણ શિક્ષક દિન જ્યારે આપણે ઉજવતાં હોઇએ ત્યારે એક શિક્ષક માટે એ વિચારવાનો દિવસ ખરો. શિક્ષક હોવું એટલે શું? આ તબ્બકે માનનિય મુખ્યમંત્રીશ્રી એ એક વાક્ય ગયાં ગુણોત્સવ વખતે કિધું હતું કે “શ્રેષ્ઠ શિક્ષક બનવા માટે ઓગળવું પડે,પિગળવું પડે,અનુકૂળ પડવું બને.”શિક્ષક એ સમાજમાં સૌથી વધુ જવાબદારી વહન કરતો એક સામાજીક વ્યકતી છે. સમાજ એક આશાની લાગણીથી તેની સામે જુએ છે. આ એક એવો વ્યવસાય છે કે ડગલે ને પગલે તેમાં તેનું સમાજ દ્વારા નિરીક્ષણ થાય છે,અને ભાવી પેઢીમાં સમગ્ર શિક્ષક સમાજનાં સંસ્કારોનું વધતે ઓછે અંશે આરોપણ થાય છે.જો કે આ એકદમ ધીમી બનતી પ્રકિયા છે, એટલે આપણું ધ્યાન ઓછું જાય છે. શિક્ષક મિત્રો આપણે વર્ગખંડમાં એતો ભણાવીએ છીએ કે પરિવર્તન એ એક સંસારનો નિયમ છે,આજે આપણે ટેકનોલોજીનાં યુગમાં જીવીએ છીએ. આપણે સતત નવાં નવાં જ્ઞાનથી માહિતગાર રહેવું જોઇએ પરંતુ જો તમે એક શિક્ષક હો તો તમારી જાતને એક વાર તો જરુર પુછજો કે હું શિક્ષક તરીકે બદલાયો ખરો?મે મારાં વર્ગખંડનાં બાળકોને કંઇ નવિનતાથી શિખવવાનો પ્રયાસ કર્યો કદી. મે મારાં જ્ઞાનમાં હકારાત્મક વધારો કર્યો કદી ?મારાંમા કંઇ પરિવર્તન આવ્યું મિત્રો આ કોઇ શિક્ષક સમાજ પર હું કોઇ આક્ષેપ નથી કરતો પણ હું ફક્ત આત્મમંથન કરવા કહું છું ,કારણ કે ફકત આપનો જ ડે ઉજવાય છે ક્યાંય કલેકટર ડે કે પછી વકિલ ડે ઉજવાતો નથી એટલે આપણી પણ જવાબદારી બને કે આપણે પણ સમાજને જે આપીએ તે શ્રેષ્ઠ આપીએ.. મોટા ભાગનાં શિક્ષકો નવું કશું જ વાંચતા જ નથી એટલે એઓ પોતાનાં વર્ગખંડમાં બાળકોને વર્તમાન જ્ઞાન પિરસવામાં સદા નિષ્ફળ જાય છે. મેં ઘણાં શિક્ષકોને સુચન કર્યું કે તમે આ પુસ્તકો વાંચો તમારૂ જ્ઞાન વધશે તેમાંથી મોટાભાગના એ એવો જવાબ આપ્યો કે અમારી પાસે સમય નથી શિક્ષક પાસે વાંચવાનો સમય નથી. શિક્ષક પાસે વાંચવાનો સમય નહિં હોય તો કોની પાસે હશે? આ ઉપરાંત ઘણાં શિક્ષકો મને એવી પણ ફરિયાદ કરે છે કે સાહેબ અમે કામ તો ખુબ જ સરસ કરીએ છીએ પણ અમારી કદર કોઇ કરતું નથી. ત્યારે મારાં મનમાં એક સવાલ એ પણ થાય કે કોઇ આપણી કદર કરે તો જ આપણે કામ કરવાનું ?અને આપણે મફત કામ કરીએ છીએ? પગાર તો મળે છે પછી કદરની જરુર શું? તમે સારું કામ કરો દરેક બાળક સાથે પ્રેમથી વ્યવહાર કરો તેનાં સુખ અને દુ:ખમાં તમે ભાગીદાર બનો એટલે તમને આત્સંતોષ થાય જ.શું આત્સંતોષ થી એ કોઇ મોટી કદર હશે આ દુનિયામાં અને મિત્રો તમે એક વખત સારા શિક્ષણકાર્ય શરૂ કરી તો જુઓ પછી તમને એક ઔલૌકિક આત્મસંતોષની અનૂભુતી જરુર થશે..

 

ટીચર અને ચીટર વચ્ચેની પાતળી ભેદરેખા ઓગસ્ટ 22, 2010

Filed under: શિક્ષણ — simplyyyystupid @ 6:00 પી એમ(pm)

ટીચર અને ચીટર વચ્ચેની પાતળી ભેદરેખા આજે સમાજમાં ખુબજ સન્માનનીય વ્યવસાય હોય તો તે ત્રણ વ્યવસાયને ગણી શકાય.. 1.દાક્તર 2 સૈનિક અને 3. શિક્ષક આ ત્રણ પર જ હવે સમાજમાં ભરોસો રહ્યો છે. એક તો આ ત્રણેય વ્યવસાયમાં પવિત્રતા પ્રથમ આવે અને દરેક રાષ્ટ્રનાં આ ત્રણ મહત્વનાં આધારસ્તંભો છે.. આજે મારે જે વાત કરવાની છે તે શિક્ષક વિષે કહેવાની છે.. છેલ્લાં 20 વરસથી આ પવિત્ર અને પુણ્યશાલી વ્યવસાય સાથે સંક્ળાયેલો હોવાથી આજનાં શિક્ષકોનાં ઘણાં સારાં અને ઘણાં વિચારતાં કરી મુકે એવાં અનુભવો થયેલાં છે. TEACHER અને CHEATAR માં લગભગ સરખાં મૂળાક્ષરો જો શિક્ષક પોતાની ફરજ જરા પણ ચુકે તો એ સમાજ સાથે બાળકો સાથે છેતરપિંડી કરી ગણાય. જુના સમયમાં અને હજી પણ ઘણાં ઉંડાણનાં ગામડાંમાં શિક્ષકને માસ્તર થી નવાજવામાં આવે છે. માસ્તર એટલે મા જેટલું સ્તર શિક્ષકને આપવામાં આવે છે.નાનાં નાનાં બાળકોને તેમનાં ગુરૂજી પર ભગવાન કરતાં પણ ભરોસો અને શ્રદ્ધા હોય છે. પણ ફક્ત નોકરી કરવાં ખાતર કેટલાંક એવાં શિક્ષકો પણ છે કે જેઓ આ કૂમળા બાળકોનું ભાવી બગાડી નાંખે છે. કોઇ પણ રાષ્ટ્ર્ની પ્રજાનું સરાસરી જ્ઞાન તે રાષ્ટ્રનાં શિક્ષકોનાં સરાસરી જ્ઞાન કરતાં ક્યારેય વધારે ના હોઇ શકે. હવે તમે તમારી આજુબાજુમાં નજર કરો તો તમને આવા કેટલાં શિક્ષકો નજરે પડે કે જેઓ પોતાનાં ધોરણનું સારું એવું જ્ઞાન ધરાવતાં હોય તેઓ સતત બાળકોની વયકક્ષાને અનુરૂપ તાજુ અને વૈવિધ્યસભર શિક્ષણ આપતાં હોય.મારાં અનુભવે જોયું છે કે આવાં શિક્ષકોની સંખ્યા હમેશાં ઓછી જ રહી છે. સમયપાલનમાં પણ ઘણાંખરાં શિક્ષકો બેદરકારી દાખવે છે.મે એવાં મહાન ધાર્મિક શિક્ષકોને જોયા છે કે જે શાળામાંથી ગુલ્લિ મારીને સંતોનાં પ્રવચનોમાં પહોંચી જાય છે. શું તેમને તેમનાં વર્ગખંડનાં બાળકોમાં ભગવાન નહિં દેખાતો હોય.એક જાણીતાં સાક્ષરે કહયુ છે કે શાળાનો વર્ગ એ સ્વર્ગ છે.પણ આવાં શિક્ષકો વર્ગમાં જ સ્વર્ગસ્થ થયેલાં હોય છે.મારાં મતે આવા ટીચર એ ટીચર નહિં પણ ચીટર ગણાય

 

Hello world! ઓગસ્ટ 16, 2010

Filed under: Uncategorized — simplyyyystupid @ 12:20 પી એમ(pm)

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!